bidda
શોધવુ
નામ:

અટક:
વિસ્તાર:
શિક્ષણ:
બ્લડ ગ્રુપ:
વ્યવસાય:
top
શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજીત શૈક્ષણિક પ્રવાસ

યુવાસંઘ કચ્છ (પૂર્વ) રીજીયન આયોજીત એક કદમ લક્ષ્ય કી ઓર સિઝન - ૨ વર્કશોપ

શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ દ્વારા આયોજિત ત્રીજો મકરસંક્રાંતિ રમત મહોત્સવ

શ્રી બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારયણ સનાતન યુવક મંડળ આયોજિત હોળી પર્વ નિમત્તે વોલીબોલ ટુર્નામેન્ટ

બિદડા પાટીદારસમાજ ખાતે યુવાસંઘ પૂર્વકચ્છ રીજીયન સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત મેડીકલ ચેકઅપ કેમ્પ

શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજિત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ

હવનાષ્ટમી અને સરસ્વતી સન્માન સમારોહ નો અહેવાલ વર્ષ ૨૦૨૧

વિધાર્થી સ્નેહમિલન કાર્યક્રમ 05/11/2016

નવરાત્રી મહોત્સવ

ગણેશ ચતુર્થી

જન્માષ્ટમી પર્વ અ‍હેવાલ ૨૦૧૬

bottom
top
ટેલીફોન ડિરેક્ટરી
નામ/નંબર :
bottom
top
વેબસાઇટ મુલાકાત લીધી
bottom
top
આપણા સમુદાય
facebook ફેસબુકtwitterટવીટર
bottom
હવનાષ્ટમી અને સરસ્વતી સન્માન સમારોહ નો અહેવાલ વર્ષ ૨૦૨૧

                                                                                               

 

શ્રી બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા પરંપરાગત આઠમા નોરતા નિમિતે હવાનાષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સવારના સત્રમાં હોમહવન વિધિ તથા મધ્યાહને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર બાદ શ્રી બિદડા પાટીદાર સનાતન યુવક મંડળ દ્વારા ૨૮ મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.

 
                        સરસ્વતી સન્માન માટે દાતાશ્રી મોહનભાઈ ધનજી છાભૈયા, મોહનભાઈ શામજી સેંઘાણી, સ્વ. મણિલાલ નાનજી સેંઘાણી તથા હંસરાજ લધા સેંઘાણી રહ્યા હતા.આ સમારોહમાં સમાજના ધોરણ ૧૦ થી ઉચ્ચ અભ્યાસમાં સિદ્ધિ મેળવેલ  કુલ ૮૯ તેજસ્વી તારલાઓને તેમજ ૪ વિધાર્થી ઓ જેમને જિલ્લાકક્ષા તેમજ રાજ્યકક્ષાએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો તેમના પણ સન્માન કરવામાં આવ્યા હતા.  આ ઉપરાંત ક્રિષ્મા ભરતભાઈ સેંઘાણી એ ધોરણ ૧૦ માં ૯૩.૬૬ ટકા, ચૌહાણ પ્રિયંક જગદીશભાઈ એ ધોરણ ૧૨ સાયન્સ માં  ૯૪.૭૬ ટકા, માકાણી કુંદન દિનેશભાઈ એ ફોર્થ નેશનલ યુથ ગેમ્સ વોલીબોલ સ્પર્ધા માં સિલ્વર મેડલ પ્રાપ્ત કરવા બદલ મંડળ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઓપન મંચમાં વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. શિક્ષણ તથા આરોગ્ય સમિતિના પ્રમુખશ્રી વિપુલભાઈ સેંઘાણીએ સન્માનિત વિદ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવતા અભ્યાસના ક્ષેત્રમાં વધુમાં વધુ આગળ પ્રગતિ કરવા તેમજ આગામી વર્ષમાં સમિતિના મિશન અને વિઝન જણાવ્યા હતા તેમજ આગામી સમયમાં કેમ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ સાથે સાથે સિવિલ સર્વિસીઝની એક્ઝામ પણ રસ લે તેવી માહિતી આપી હતી. યુવક મંડળના પ્રમુખશ્રી પરેશભાઈ દડગાએ આ ભગીરથ કાર્યમાં સહભાગી થયેલ દાતાશ્રીઓનો આભાર  માન્યો હતો તેમજ વિદ્યાર્થીઓ અમદાવાદ ખાતેના સરદારધામ માં નજીવી કિંમતમાં સિવિલ સર્વિસની એક્ઝામ ની તૈયારી કરી શકે તેવી માહિતી આપી હતી. શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજના પ્રમુખશ્રી શામજીભાઈ છાભૈયાએ  શિક્ષણ એ સમાજના પાયાની જરૂરિયાત છે તેમજ સન્માનિત સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. યુવક મંડળ ની ટીમ દ્વારા રમેશભાઈ રામાણીને અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘની પૂર્વ કચ્છ રીજીયનમાં મહામંત્રી તરીકે પસંદગી થવા બદલ વિશિષ્ટ સન્માન તેમજ પિયુષભાઈ લિંબાણી ને માંડવી ડિવિઝનમાં મહામંત્રી થવા બદલ અને જીજ્ઞેશભાઈ સેંઘાણીને સેન્ટ્રલ ની ટીમમાં પસંદગી થવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
 
   સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપભાઈ છાભૈયા, પિયુષભાઈ લિંબાણી, જીજ્ઞેશભાઈ હળપાણી, જીનીતભાઈ વાસાણી, ટિંકલબેન સેંઘાણી, ચાર્મીબેન છાભૈયા અને દ્રષ્ટિબેન વાસાણી એ કર્યુ હતું. પ્રાસંગિક ઉદબોધન અને શાબ્દિક સ્વાગત યુવક મંડળ ના ઓડિટર હિતેશભાઈ સેંઘાણી અને  આભારવિધિ યુવક મંડળ ના સહમંત્રી શ્રી નિલેશભાઈ લિંબાણી એ કરી હતી.  યુવક મંડળ સભ્યો રમેશ પારસિયા, કિશોર રામાણી,કિરીટ માકાણી, સુરેશ રામાણી, કિશોર રંગાણી, શૈલેષ ચૌહાણ, શાંતિલાલ નાયાણી  તથા શિક્ષણ અને આરોગ્ય સમિતિના સભ્યો પ્રદિપ છાભૈયા, મનિષ દડગા, શૈલેષ સેંઘાણી, મહેન્દ્ર છાભૈયા, યોગેશ પારસિયા નો બહુમૂલ્ય સાથ-સહકાર મળ્યો હતો.