







🔷 શ્રી બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારયણ સનાતન યુવક મંડળ દ્વારા તારીખ: ૧૭/૦૩/૨૦૨૨, ગુરૂવારે હોળી પર્વ નિમત્તે સમાજવાડી મધ્યે વોલીબોલ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
🔷સૌ પ્રથમ સાંજે ચાર વાગ્યે શ્રી સમાજ,મહિલા મંડળ,યુવક મંડળ તેમજ શિક્ષણ તથા આરોગ્ય સમિતિ ના કારોબારી સભ્યો દ્વારા દિપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમ ને ખુલો મૂકવામાં આવ્યો.
🔷આ વોલીબોલ ટુર્નામેન્ટ કુલ ૧૨ ટીમો વચ્ચે રમાડવામાં આવી. જેમાં કુલ ૮૫ જેટલા સમાજ ના ભાઈઓ એ ભાગ લીધો.

🔷 સાંજે સમૂહ ભોજન બાદ સમાજવાડી ખાતે ભારતીય સંસ્કૃતી તેમજ પરંપરાગત પ્રણાલીકા મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું.
🔷ત્યારબાદ ૧૨ ટીમો માંથી વિજેતા થયેલ ટોપ ની ચાર ટીમો વચ્ચે સેમિફાઇનલ રાઉન્ડ ફ્રેચાઈઝી દ્વારા રમાડવામાં આવ્યો. જેમાં નંદ કિશોર કન્ટ્રકસન હ. કિશોરભાઈ રંગાણી, કચ્છબેંટો ક્લે હ. કિરીટભાઈ માકાણી, સ્વસ્તિક એન્ટરપ્રાઈઝ હ. પરેશભાઈ દડગા, શ્રીરામ ટ્રેડસ & હાર્ડવેર હ. અશોકભાઈ અને વિમલભાઈ સેંઘાણી ફ્રેચાઈઝર રહ્યા હતા.
🔷અંતે ફાઇનલ મુકાબલો શ્રી રામ ટ્રેડસ & હાર્ડવેર અને નંદકિશોર કન્ટ્રકસન ટીમ વચ્ચે રમાયો જેમાં શ્રી રામ ટ્રેડસ & હાર્ડવેર નો ભવ્ય વિજય થયો.
🔷 છેલ્લે સન્માન સમારોહ માં બેસ્ટ નેટી શિવમ સેંઘાણી, બેસ્ટ શૂટર સુનીલ રામાણી, બેસ્ટ પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ ભૂમિત રામાણી ને પુરસ્કારીત કરવામાં આવ્યા હતા. તેમજ ચેમ્પિયન ટીમ અને રનર્સ અપ રહેલ ટીમ ને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા.
.jpeg)

🔷આ ટુર્નામન્ટમાં મુખ્ય દાતા સ્વ. ઝવેરબેન નથુભાઈ પારસિયા પરિવાર હ. જયંતીભાઈ પારસિયા રહ્યા હતા. જેમનું યુવક મંડળ દ્વારા મોમેંટો આપી વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું તેમજ ચેમ્પિયન ટ્રોફી ના દાતા સ્વ. વિપુલ નવીનભાઈ દડગા પરિવાર તેમજ રનર્સ-અપ ટ્રોફી ના દાતા સ્વ. શાંતિલાલ પ્રેમજી લીંબાણી પરિવાર રહ્યા હતા. તેમજ સહયોગી દાતા નો પણ આર્થિક સહયોગ મળ્યો હતો.
🔷અને આ પ્રસંગે થોડા દિવસ પહેલાં કોટડા ચકાર ખાતે રમાયેલી કચ્છ કડવા પાટીદાર નાઈટ ક્રિકેટ ટુર્નમેન્ટમાં બિદડા ની ક્રિકેટ ટીમ ચેમ્પિયન થવા બદલ સમગ્ર ટીમ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અને ખેલાડીઓને ગામ તથા સમાજ નું નામ રોશન કરવા બદલ યુવક મંડળ વતી અભીનંદન આપવામાં આવ્યા હતા.
🔷યુવક મંડળ ના પ્રમુખશ્રી દિનેશભાઈ પારસિયા એ રમતવીરો તેમજ વ્યવસ્થાપકો ની કામગીરી ને બિરદાવી હતી. શ્રી સમાજ ના પ્રમુખશ્રી શામજીભાઈ છાભૈયા એ કોરોનાકાળ દરમિયાન જનજીવન અસ્ત વ્યસ્ત થઈ જવાથી બે વર્ષના લાંબા ગાળા બાદ આયોજન થતું હોવાથી ઉત્સાહ અને ઉમંગ અનેરો છે તેમ પોતાના ઉદબોધન માં જણાવ્યું હતું. મહેશભાઈ માકાણી એ આભારવિધિ માં રમતવીરો, દાતાશ્રીઓ તેમજ દરેક સમિતિના સભ્યો અને વ્યવસ્થાપકોનો યુવક મંડળ વતી આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન યુવક મંડળના મંત્રી હિતેશભાઈ સેંઘાણીએ કર્યું હતું તથા વ્યવસ્થા યુવક મંડળના સભ્યોએ સંભાળી હતી.
આભાર...





